Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateકેન્દ્ર સરકારે સંસદના બજેટ સત્રની શરૂઆતના પહેલા બોલાવી સર્વપક્ષીય બેઠક….

કેન્દ્ર સરકારે સંસદના બજેટ સત્રની શરૂઆતના પહેલા બોલાવી સર્વપક્ષીય બેઠક….

Published by : Rana Kajal

આવતીકાલથી એટલે કે 31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે સંસદનું બજેટ સત્ર શરૂ થવાના એક દિવસ પહેલા એટલે કે આજે સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ સર્વપક્ષીય બેઠક બપોરે સંસદભવનમાં યોજાશે. સર્વપક્ષીય બેઠકમાં સંસદ ગૃહના સુચારૂ સંચાલન અંગે ચર્ચા કરવામાં આવશે અને સરકાર આ સત્રમાં સહકાર માટે વિપક્ષની મદદ લેશે. બજેટ સત્રમાં રજૂ થનારા મહત્વના બિલોની માહિતી પણ વિપક્ષને આપવામાં આવશે. આ બેઠક સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ બોલાવી છે.

જ્યારે સંસદનું બજેટ 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના લોકસભા અને રાજ્યસભામાં સંયુક્ત સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. પ્રથમ દિવસે બંને ગૃહોમાં આર્થિક સર્વે પણ મૂકવામાં આવશે અને સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. બજેટ સત્ર આગામી 6 એપ્રિલ સુધી ચાલશે. જે દરમિયાન 66 દિવસમાં 27 બેઠકોનું કામકાજ થશે. સત્રનો પ્રથમ ભાગ 14 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો ભાગ 13 માર્ચથી શરૂ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!