Published by : Anu Shukla
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી કમ્પાઉન્ડમાં છેલ્લા બે દિવસમાં નમાજ પઢવાના બે વીડિયો વાયરલ થયા છે, જેના કારણે હિન્દુ સંગઠનોએ રોષ દર્શાવ્યો હતો અને આજે બજરંગ દળના કાર્યકરોએ ત્યાં હનુમાન ચાલીસા અને રામધૂન ગાઇ હતી.

બે દિવસ પહેલા વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં મુસ્લિમ યુગલ નમાઝ અદા કરી રહ્યું હતું, જેનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ આજે ફરી એક વીડિયો વાયરલ થયો છે જેમાં બે વિદ્યાર્થીઓ નમાઝ અદા કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોનો મામલો યુનિવર્સિટીની વિજિલન્સ ટીમના ધ્યાન પર આવ્યો અને તેમણે આ બાબતનો ખુલાસો કર્યા બાદ નમાઝ અદા કરનાર દંપતીને તેમની પાસે બોલાવ્યા. યુનિવર્સિટીના પીઆરઓના જણાવ્યા મુજબ હાલમાં એમ.એસ.યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલી રહી છે અને આ પરીક્ષામાં વડોદરા ઉપરાંત આસપાસના જિલ્લાના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપે છે. બે દિવસ પહેલા નમાજ અદા કરનાર યુગલ એક વિદ્યાર્થીના માતા-પિતા હતા. વિજિલન્સ ટીમે તેઓને સમજાવ્યા બાદ મોકલ્યા હતા. એ દંપતીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને આજે જે વીડિયો સામે આવ્યો છે તેમાં પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે.
જો કે, આ કેસમાં આજે ટીમે જ્યાં નમાઝ અદા કરવામાં આવી હતી ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો.