Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeHealth & Fitnessકેમ આવે છે યુવાનોમાં અચાનક રમતા રમતા હાર્ટ એટેક..? પોસ્ટ કોરોના રીએકશન...

કેમ આવે છે યુવાનોમાં અચાનક રમતા રમતા હાર્ટ એટેક..? પોસ્ટ કોરોના રીએકશન કે પછી અન્ય કોઈ કારણ..!

Published By: Parul Patel

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારી બાદ વધુ એક બીમારી હાર્ટ એટેક મહામારી જેટલી ગંભીર બની છે,ખાસ કરીને હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુ વધુ પ્રમાણમાં થઈ રહ્યા છે. આ ગંભીર સ્થિતિને લઈ સરકારની સાથે-સાથે આરોગ્ય નિષ્ણાતોમાં પણ ચિંતાનો વિષય બની છે. ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુક્લાથી પત્રકાર રોહિત સરદાના સહિતના ફિટ દેખાતા યુવાઓને અચાનક હાર્ટ એટેક આવી ગયો. એવી જ રીતે ક્રિકેટ રમતાં-રમતાં જ 5 યુવાઓએ જીવ ગુમાવ્યા છે. અચાનક જ મોત થઈ જાય.

આ બાબતે તે યુવાનોની લાઇફસ્ટાઈલ અને તેમની બધી ટેવો સહિત તમામ બાબતો જાણ્યા પછી પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરો એ મોતનું સચોટ કારણ જાણવાનો પ્રયાસ કર્યો. આ પાંચેય યુવાનોના કેસ સ્ટડી જાણ્યા બાદ સમગ્ર રિપોર્ટ અંગે, શું કરવું અને શું ના કરવું એની માહિતી માટે હૃદયરોગના નિષ્ણાત ડૉ.અનિશ ચંદારાણા સમક્ષ પણ પાંચેય કેસો મુક્યાં હતા. નાની ઉંમરે ક્રિકેટના મેદાન પર જ અચાનક જીવ ગુમાવનાર, પાછળ અનેક સવાલો છોડતા ગયા છે.

આ 5 યુવાનોને ક્રિકેટ રમતા એટેક આવી ગયા. યુવાનો મોજ થી રમતા હતા. મિત્રો સાથે મસ્તી કરતા હતા …પણ શું થયું એવું અચાનક કે તેમની જિંદગીની ઇનિંગ જ પુરી થઈ ગઈ. એક ને બેટિંગ કરતા સમયે હાર્ટ એટેક આવી ગયો, તો બીજા ને ત્રીજી ઓવરનો છેલ્લો બોલ નાખે એ પહેલાં ઢળી પડ્યો. એક ને મેચ રમ્યા પછી પેટમાં બળતરા જેવું લાગ્યું, કે પછી કોઈ પાછળની બીમારી…પણ દવાખાને પહોંચે એ પહેલાં જ મોતને ભેટ્યા.

જિજ્ઞેશ ચૌહાણનાં પત્ની રાધિકા ચૌહાણ જણાવ્યા અનુસાર તેમના પરિવારમાં અત્યાર સુધીમાં એકેય આવી ઘટના નહોતી બની, જેમાં અચાનક જ હાર્ટ એટેકના કારણે કોઈકનો જીવ જતો રહ્યો હોય. જિજ્ઞેશ સાથે આવું કેવી રીતે બન્યું, એ ખબર જ ન પડતી. ક્રિકેટ રમવુ જીગ્નેશ નું દર અઢવાડિયાનું હતું. અને ક્રિકેટ રમતા જ હાર્ટ એટેક આવ્યો.’કોરોનાની બીજી લહેર વખતે જિજ્ઞેશ ચૌહાણને કોરોના થયો હતો. પરંતુ સ્વાસ્થ્ય એકદમ ફિટ હતું,હોસ્પિટલ જવાની જરુરત જ નથી પડી.

ભરતભાઈ પણ ક્રિકેટ રમતા જ હાર્ટ એટેક ના શિકાર બન્યા. તેવો ને કદી કોરોના થયો નથી પણ નાની મોટી બીમારી થતી હતી . ભરતભાઈ પણ ક્રિકેટ ના શોખીન હતા. તેવો ઘંટી ચલાવતા હતા એટલે એમનું શરીર મજબૂત હતું. ઘંટી પર થી પણ ડાઇરેક્ટ જતા રહેતા ક્રિકેટ રમવા.

વસંત રાઠોડ 33 વર્ષના હતા. વસંતને રમતા રમતા એટેક આવી ગયો. વસંત એકપણ વખત હોસ્પિટલ ગયા નથી. તેમની સરકારી નૌકરી હતી, તેમની લાઇફસ્ટાઇલ પણ એવી નહતી અને તેમને કોરોના પણ નતો થયો. એમની સરકારી નૌકરી ના લીધે એમને ફરજીયાત કોરોના રસી લીધી હતી.

પ્રશાંત ભારોલિયા 26 વર્ષના યુવાન સાથે બનેલી ઘટના ખરેખર હચમચાવી નાખે એવી છે. એ નિયમિત ક્રિકેટ રમતો હતો કેનેડા જવાનાં સપનાં જોતો આ યુવાન વિઝાની રાહ જોતો હતો ,અને વિઝા અંગે જવાબ આવે એ પહેલાં ભગવાનનો આદેશ આવી ગયો. તેને કેનેડા સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. કોરોનાના લીધે બધું બંધ થઈ ગયું હતું. અને વિઝા પતિ ગયા હતા એટલે તે સુરત પરત ફર્યો હતો. તેનો અભ્યાસ બાકી હતો. પરંતુ ક્રિકેટ રમતા હાર્ટ એટેક આવી ગયો. પ્રશાંત ને 15 દિવસ પહેલાજ પેટમાં દુખતું હતું . ડોક્ટર નું કહેવું હતું કે તેનું બ્રેનહેમરેજ થી મૃત્યુ થયું હતું

ઓલપાડના નરથાણા ગામ ખાતે ક્રિકેટ રમતી વખતે વધુ એક યુવકનું મોતની નીપજ્યું છે. નિમેષ આહીર ક્રિકેટ રમતી વખતે ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ફિલ્ડિંગ દરમિયાન જ અચાનક તે ગ્રાઉન્ડ ઉપર જ બેભાન થઈ ગયો હતો. બેભાન થઈ ગયા બાદ તેનું મોત નીપજ્યું હતું. તેઓ મિનરલ વોટર અને પાણીના ટેન્કરનો વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેમને એસીડીટીનો પ્રોબ્લેમ હતો.

આ બાબતે ડોક્ટર અનિશ ચંદારાણાનું કહેવું છે કે આટલા વષોના કોરોનાના અનુભવ બાદ એવું નથી જણાયું કે કોઈને હાર્ટએટેક કે કાર્ડિયાક એરેસ્ટથી મોત થતું હોય, કોવિદ પહેલા જ 2 થિયરી ઘણા સમય પહેલાંથી જ એસ્ટાબ્લિશ થયેલી છે.

 કોલસ્ટ્રોલ વધારે હોય એવું પણ બની શકે. એનું સુગર લેવલ વધુ હોઈ શકે છે. હું સ્વસ્થ છું એવું કહેનારા લોકો પણ બની શકે એ બેઠાડુ જીવન જીવતા હોય, કોઈ વાતનું તેને ટેન્શન હોય. દારૂ, સિગારેટ કે ડ્રગ્સનું પણ સેવન કરતી હોય. જેને ડૉક્ટરની ભાષામાં રિસ્ક ફૅક્ટર કહેવાય. એટલે જ્યાં સુધી આ બધાં પરિબળોની સચોટ જાણકારી ન આવે ત્યાં સુધી કોરોનાથી અચાનક હાર્ટ એટેક આવ્યો હોવાનું માનવું એ ભૂલ ભરેલું છે.

 અમુક સમયે એવું પણ બને કે રિસ્ક ફૅક્ટર ના પણ હોય તો પણ હાર્ટ એટેક આવે. 100 માંથી 15 કેસ એવા હોય છે કે જેમાં રિસ્ક ફૅક્ટર નથી હોતો, અને આવું કોરોના આવ્યા પહેલા પણ બનતું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!