કોણ લહેરાતું આ વાયરાના વ્હાલમાં, ઉરે ઉત્તરાયણ ઉમંગ, વન વન પલટ્યા પવન, ઝૂમતું પતંગ નગર થઈ રંગીલું નભમાં, કોણ લહેરાતું આ વાયરાના વ્હાલમાં” ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. આ દિવસે સૂર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સૂર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે.સૂર્ય જે દિવસે ઉત્તર તરફ ખસવાનું ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ તો પતંગ પર અનેક પ્રયોગો કર્યા હતા.મૃત્યુની સજા પામેલા આરોપીને રાજા એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે આરોપીને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતો.જો પતંગ સાથે આરોપી ઉડે તો પ્રયોગ સફળ ના ઉડે તો આરોપી પછડાઈને મરી જતો.રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો. 18મી સદીમાં પતંગનો ફોટોગ્રાફી માટે ઉપયોગ થતો હતો.
માન્યતા છે કે મકર સંક્રાંતિથી સૂર્યના કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. પૌરાણિક કથા પ્રમાણે સૂર્યના ઉત્તરાયણ થવાથી જ ભીષ્મ પિતામહે પોતાની ઇચ્છાથી શરીરનો પરિત્યાગ કર્યો હતો. એવી પણ માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે જ ભીષ્મ પિતામહ જે પહેલાં દેવવ્રત તરીકે ઓળખાતા હતા, તેમના માતા ગંગાજી ભાગીરથ ઋષિની પાછળ-પાછળ ચાલીને કપિલ ઋષિના આશ્રમ સુધી પહોંચ્યા હતાં.