Published by : Vanshika Gor
વોટર મેટ્રો બાકીની મેટ્રોથી અલગ છે કારણ કે તે પાટા પર નહીં પરંતુ પાણી પર દોડશે. જે કોચી જેવા દરિયાકિનારે સ્થિત શહેરો માટે ખૂબ જ ઉપયોગી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે મોદી સરકારે દરેક માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બનાવ્યો છે. જેને દેશમાં મેટ્રો કનેક્ટિવિટીના વિસ્તરણ તરીકે જોવામાં આવી રહ્યું છે.
કોચી વોટર મેટ્રો બંદર શહેરમાં 1,136.83 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને શનિવારે કોચી વોટર મેટ્રોને રાજ્યનો “ડ્રીમ પ્રોજેક્ટ” ગણાવ્યો હતો.
મેટ્રો લાઇટ પરંપરાગત મેટ્રો સિસ્ટમની જેમ આરામદાયક, અનુકૂળ, સલામત, ભરોસાપાત્ર અને પર્યાવરણને અનુકૂળ હોવા સાથે મુસાફરીની સરળતા પ્રદાન કરે છે. તે ઓછી કિંમતની માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે. જે ટિયર-2 શહેરો અને નાના શહેરો માટે ઓછા ખર્ચે મોબિલિટી સોલ્યુશન છે. મેટ્રો લાઇટની કિંમત પરંપરાગત મેટ્રો સિસ્ટમના 40% છે. જમ્મુ, શ્રીનગર અને ગોરખપુર જેવા શહેરોમાં તેના માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.