સમાન્ય રીતે કોઇને પણ લોટરી લાગે અને તેથી અચાનક નાણાં હાથમાં આવે જે તે વ્યક્તિ ખુશ ખુશાલ થઈ જાય પરંતુ દરેક વખતે આ બાબત સાચી સાબીત થતી નથી જેમકે કેટલીક વાર લોટરી લાગે અને તેથી આકસ્મિક આર્થિક લાભ થાય તે છતાં કોઈ વ્યક્તિ દુઃખી દુઃખી થઈ જાય જેમકે કેરળ રાજ્યમાં રિક્ષા ચાલક ને રૂ 25કરોડની લોટરી લાગી હોવા છતાં રિક્ષા ડ્રાઇવર દુઃખી દુઃખી થઇ ગયો હતો. કેરળ રાજયની ઓનમ લોટરીનુ બમ્પર રૂ 25 કરોડ રિક્ષા ડ્રાઇવર અનુપને લાગ્યું હતું.અનુપ ને આટલી મોટી રકમ મળી હોવાની જાણ સગા સંબધીને થતાંજ લોકોએ નાણાં ઉધાર માંગવાની શરુઆત કરી દીધી હતી. હદ તો ત્યારે થઈ હતી જયારે અનુપે એમ જણાવ્યુ કે હજી લોટરી નો એક રૂપિયો મળ્યો નથી તે પહેલાં સગા સબધી અનુપ નાં ઘરે ઉધાર નાણાં માંગવા આવવા માંડ્યા હતા. કંટાળીને અનૂપે ઘર બદલ્યું પરંતું તે અંગેની જાણ પણ લોકોને થતાં લોકો અનુપ નાં નવા ઘરે નાણાં માંગવા પહોચી ગયા હતા… કોઇ બીમારીના બહાને.. તો કોઇ સંતાનના ભણતર માટે.. તો કોઇ..બેટી. કે બહેન નાં લગ્ન માટે ઉધાર નાણાં માંગી રહયા હતા.
કેરળમાં રૂ. 25કરોડની લોટરી લાગી હોવા છતાં રિક્ષા ડ્રાઇવર દુઃખી.. દુઃખી…
RELATED ARTICLES