Published By : Disha PJB
કેળા એક એવું ફળ છે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી ખૂબ જ ખવાઈ છે. તે ખાવામાં ખૂબ જ નરમ અને સ્વાદિષ્ટ હોય છે. ઘણા લોકો વજન વધારવા માટે કેળા પણ ખાય છે, તો કેટલાક લોકો જીમ પછી બનાના શેક પીવાનું પસંદ કરે છે.
તમે અત્યાર સુધી કેળાના ફાયદાઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ તમને જાણતા આશ્ચર્ય થશે કે કેળાનું વધુ પડતા ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તમને જણાવીશું કે કેળાના વધુ પડતા સેવનથી કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
તમે માથાનો દુખાવો સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો તમારે કેળાનું સેવન ન કરવું જોઈએ. નિષ્ણાતોના મતે કેળામાં Tyramine નામનું એક કેમિકલ હોય છે આ તમારી સમસ્યામાં વધુ વધારો કરી શકે છે.
તમે હૃદયની સમસ્યાઓથી પરેશાની અનુભવી રહ્યાં છો તો તમારે કેળાનું સેવન ન કરવું જોઈએ. કેળામાં પોટેશિયમ (Potassium) વધુ હોય છે, લોહીમાં વધારે પ્રમાણમાં પોટેશિયમ થઈ શકે છે, પરિણામે હાઈપરકલેમિયા થાય છે. કેટલાક કિસ્સાઓમાં તે હાર્ટ એટેકનું કારણ પણ હોય શકે છે. જે તમારા દાંતમાં સમસ્યા પેદા કરી શકે છે.
કેળામાં કુદરતી મીઠાશ છે જે તમારી મીઠાશ ખાવાની ઈચ્છા પૂરી કરે છે લોકોને એવું મને કે કેળા ખાવાથી વજન વધે છે, તો આજથી તમારી વિચારસરણી બદલો, કેળામાં કેલરી હોય છે પરંતુ ફાયદાકારક છે. કેળા ખાવાથી કેલરીની સાથે અનેક પોષક તત્વો પણ મળે છે.
કેળામાં વિટામિન A પણ હોય છે, જે ખાવાથી આંખને સુરક્ષિત રાખે છે અને તે તમારી આંખોનો પ્રકાશ પણ વધારે છે.