- સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની તમામ હોટલો, હોમ સ્ટે, ટેન્ટસિટીઓ હાઉસફુલ
- હોટેલોમાં ડાન્સ ડિનર પાર્ટીઓનું કોવીડ ગાઇડલાઇન સાથે આયોજન કરાયું
- ભીડને પોહચીવળવા વધારાની 45 ST બસો સંચાલનમાં મુકવામાં આવી
31 ડિસેમ્બર વર્ષના અંતિમ દિવસ અને નવા વર્ષની ઉજવણી કરવા ગુજરાત સહિત દેશમાંથી હજારો પ્રવાસીઓએ કેવડિયા SOU ખાતે ઉમટી પડતા તમામ હોટલો, ટેન્ટસિટી, હોમ સ્ટે હાઉસફુલ થઈ ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર 5 દિવસમાં 4 લાખથી વધુ મુલાકાતીઓની હાજરી નોંધાઇ છે.
કેવડિયામાં એકતાનગરમાં ક્રિસમસ, 31st અને ન્યુયરની ઉજવણી માટે પ્રવસીઓની સંખ્યા વધતી જાય છે. SOU તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈનનું પૂરતું પાલન કરાઈ રહ્યું છે. SOU ઓથોરિટી દ્વારા પ્રવાસીઓના અવિરત પ્રવાહને લઈ સતત માઇક દ્વારા સૂચનો અપાઈ રહ્યા છે, સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં 4 લાખથી વધુ પ્રવાસીઓ SOU ખાતે નોંધાયા છે, તેમજ છેલ્લા 4 વર્ષમાં એક કરોડથી પણ વધુ લોકોએ SOU ની મુલાકાત કરી છે.
નાતાલના પર્વ તેમજ નવા વર્ષની ઉજવણી માટે પ્રવશીઓએ ટેન્ટ સીટી, હોટેલો અને સ્ટેચ્યુની ટિકિટો અગાઉથી બુકીંગ કરાવતા SOU હાઉસફુલ થઈ ગયું છે. પ્રવાસીઓની ભારે ભીડ જોતા S.T. વિભાગમાંથી 45 જેટલી એક્સ્ટ્રા બસોનું પણ આયોજન કરવાની તંત્રને ફરજ પડી છે. SOU ની બાજુમાં પાર્કિંગ એરિયામાં બસોનો જમાવડો દેખાય રહ્યો છે.
ઇ-રિક્ષાએ પણ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે, જોકે પ્રવાસીઓને કોઈ તકલીફના પડે તે માટે SOU ઓથોરિટી દ્વારા પૂરતા પ્રયાસો હાલ થઈ રહ્યા છે. તેમ છતાં બસમાં બેસવા માટે પ્રવાસીઓની લાંબી લાઈનો લાગી રહી છે. વર્ષ 2022 ને વિદાય આપવા અને 2023 ના નવા વર્ષને આવકારવા SOU ઉપર દેશભરમાંથી ઉમટેલા લોકોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. જેમાં 80 ઇ-રીક્ષા, 43 બસો અને અન્ય 45 એક્સ્ટ્રા બસો પણ લોકોના પ્રવાહ સામે ટાંચા પડી રહ્યા છે.