Published by : Rana Kajal
આ વિશ્વમાં ઍક દેશ ઍવો પણ છે જે દેશમા રહીશો છેલ્લા 40 વર્ષથી પથ્થર તોડી રહ્યા છે.જ્યાં હાલના દિવસોમાં એક તરફ માણસે એટલી પ્રગતિ કરી લીધી છે કે તે ચંદ્ર સુધી પહોંચી ગયો છે. AI જેવી ટેકનોલોજીથી તેણે પોતાના જીવનને શાનદાર બનાવી દીધુ છે. હવે લોકો કામ કરતા નથી પરંતુ તેમની જગ્યાએ મશીન કે રોબોટ કામ કરે છે. બીજી તરફ દુનિયામાં આજે પણ અમુક સ્થળોએ લોકોને 2 સમયના ભોજન માટે દિવસભર આકરી મહેનત કરવી પડે છે. એક એવો દેશ જ્યાંના લોકો છેલ્લા આશરે 40 વર્ષોથી પથ્થર તોડી રહ્યા છે. આટલી આકરી મહેનત બાદ પણ માત્ર તેમની મૂળભૂત અને પ્રાથમિક જરૂરિયાતો જ પૂરી થઈ રહી છે. આવો ગરીબ દેશ ઍટલે પશ્ચિમ આફ્રિકન દેશ બુરકીના ફાસોની રાજધાની ઉઆગેડૂગૂમાં ગ્રેનાઈટની એક ખાણ છે. લોકો ખાણમાં છેલ્લા 40 વર્ષથી પરસેવો વહાવી રહ્યા છે કેમ કે તેમની પાસે આના સિવાય કમાણીનો કોઈ અન્ય વિકલ્પ નથી. જોકે, સેન્ટ્રલ ઉઆગેડૂગૂથી પિસી જિલ્લાની વચ્ચે 40 વર્ષ પહેલા ગ્રેનાઈટની ખાણ માટે એક ખૂબ મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો.
આ દરમિયાન આ વિસ્તાર ગરીબી સામે ઝઝૂમી રહ્યો હતો તો તેમના માટે આ ખાણ જ રોજી-રોટીનું સાધન બની હતી. છેલ્લા 40 વર્ષોથી લોકો આમાં ખોદકામ કરી રહ્યા હતા જોકે નવાઈની વાત એ છે કે આ ખાણનો કોઈ માલિક નથી. પુરુષ, મહિલા અને બાળકો દરરોજ લગભગ 10 મીટર ખાડામાં ઉતરીને ગ્રેનાઈટ તોડીને ઉપર લઈ આવે છે. આ ભારે બોજને માથા પર લઈને ખાણ પર ચઢવુ પડે છે. જેમાં ઘણીવાર તો આ લોકો નીચે પણ પડી જાય છે. અને ઇજા પણ થાય છે લોકો દ્વારા તોડવામાં આવેલા ગ્રેનાઈટથી ઈમારત બનાવવામાં આવે છે પરંતુ દિવસની મહેનત બાદ પણ અહીંના લોકોની વધારે કમાણી થતી નથી. ખાણમાં કામ કરતા લોકોના જણાવ્યા અનુસાર સવારથી રાત સુધી કામ કરવાના તેમને લગભગ 130 રૂપિયા મળે છે. જેના કારણે તેમને ઘર ચલાવવાથી લઈને બાળકોની ફી ભરવા સુધી મુશ્કેલી પડે છે.આ વિશ્વમાં ઍક દેશ ઍવો પણ છે જે દેશમા રહીશો છેલ્લા 40 વર્ષથી પથ્થર તોડી રહ્યા છે.