Published by : Rana Kajal
કેન્દ્ર સરકાર દ્વારા વારંવાર જમીન વિહોણા ખેતમજૂરોના કલ્યાણની વાતો કરવામાં આવે છે પરંતું વાસ્તવમાં કેન્દ્ર સરકાર પાસે જમીનવિહોણા ખેતમજૂરોનો ચોક્કસ આંકડો જ નથી…કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વારંવાર જમીનવિહોણા ખેતમજૂરોના કલ્યાણની વાતો કરવામાં આવે છે. એટલું જ નહી પરંતું તેમના કલ્યાણ માટે યોજનાઓ પણ તૈયાર કરવામાં આવે છે. પરંતુ સરકાર પાસે જમીનવિહોણા ખેતમજૂરોની ચોક્કસ આંકડો જ નથી. જેની કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામા કબુલાત કરી હતી.
અત્રે નોંધવુ રહ્યું કે દેશમાં સામાન્ય રીતે જમીનવિહોણા ખેત મજુરો પોતાના ગામ કે વતન છોડી અન્ય ગામોમાં જતા હોય છે. જેમકે ભરૂચ જિલ્લામાં ગોધરા, દાહોદ અને ખાનદેશ જેવા વિસ્તારોમાંથી જમીન વિહોણા ખેડુતો ખેતમજૂરો આવતા હોય છે. આવી પરિસ્થીતિમાં જમીન વિહોણા ખેત મજુરોના કલ્યાણ અર્થે સરકાર યોજનાઓ બનાવે છે. પરંતુ ખેતમજૂરોની ચોક્કસ સંખ્યા અને વિસ્તાર સરકાર પાસે ન હોવાથી આવી યોજનાઓ સફળ થવા સામે પ્રશ્નો ઉપસ્થિત થાય છે.