Published by : Rana Kajal
એમ કહેવાય છે કે ભાજપ જીવદયાના નામે મત માંગે છે. જો ખરેખર ભાજપ જીવદયા અને તેથી ગૌરક્ષાની લાગણી ધરાવતી હોય તો રાજયના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક ગૌશાળા સરકાર હસ્તક હોવી જોઈએ. પરંતુ તેનાથી રાજ્યમાં એક પણ ગૌશાળા એવી નથી કે જેનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવતું હોય. કેન્દ્રના કૃષિ વિભાગે આ વિગત આપી હતી. આ રીપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં 1418 ગૌશાળા છે પરંતુ આ તમામ ગૌશાળાનુ સંચાલન સમાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યુ છે. આવા સંગઠનો પણ આર્થીક ઉપરાંત અન્ય સમસ્યાઓનો સામનો કરી રહી છે. સરકાર પાસે સહાયની માંગણી પણ કરી હતી. પરંતું તેનુ કોઇ અસરકારક પરિણામ આવ્યું નથી.જ્યાં ગૌમાતા અને જીવદયાની વાતો કરતી ગુજરાત સરકાર દ્વારા કોઇ ગૌશાળા કે પાંજરા પોળ નું સંચાલન થતું નથી ત્યા બીજી બાજુ બિહારમા 87પંજાબમાં 19તમિલનાડુ મા 12અને જમ્મુ કાશ્મીર મા 36 ગૌશાળા એવી છે જેનુ સંચાલન જે તે રાજ્ય સરકાર કરી રહી છે