Home News Update Entertainment કેવુ કહેવાય…ચંદ્ર પર મળ્યો શાહરુખ ખાનના નામનો ખાડો…ચંદ્રના ખાડાઓની રસપ્રદ વાતો…

કેવુ કહેવાય…ચંદ્ર પર મળ્યો શાહરુખ ખાનના નામનો ખાડો…ચંદ્રના ખાડાઓની રસપ્રદ વાતો…

0

Published By:-Bhavika Sasiya

ચંદ્ર પર એક ખાડો મળી આવ્યો છે જે ખાડાનું નામ શાહરુખ ખાન છે.
પૃથ્વી પરથી સફેદ ચમકતા દેખાતા ચંદ્રની નજીકની તસવીર હાલમાં ચંદ્રયાન 3 દ્વારા ઈસરોએ શેયર કરી હતી. આ તસવીરમાં ચંદ્ર પર અનેક ખાડા જોવા મળ્યા. તેમાંથી ઘણા ખાડાના નામ ભારતીયોના નામ પર છે.
ભારત સહિત દુનિયાભરમાં બોલિવૂડ કિંગ શાહરુખ ખાનના કરોડો ફેન્સ છે. 2009માં શાહરુખ ખાનના 44માં જન્મ દિવસ પર Moon’s Sea of Tranquillity સંસ્થા દ્વારા તેના માનમાં ચંદ્રના એક ખાડાનું નામ S R Khan રાખવામાં આવ્યું હતુ. તે આ સન્માન મેળવનાર પહેલો બોલિવૂડ સ્ટાર હતો. 2020માં ચંદ્રયાન 2 દ્વારા ચંદ્રના ખાડાને ફોટો શેયર કરવામાં આવ્યો હતો. ગુજરાતી વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના જન્મ સતાબ્દી નિમિત્તે સરકારે આ ખાડાને સારાભાઈનું નામ આપ્યું હતુ. સારાભાઈ ક્રેટર એ ખાડાથી લગભગ 250 થી 300 કિલોમીટર પૂર્વમાં છે જ્યાં એપોલો 17 અને લુના 21 મિશન ઉતર્યા હતા. સારાભાઈ ક્રેટરની 3D ઈમેજ દર્શાવે છે કે તે ઉપરની ધારથી લગભગ 1.7 કિલોમીટર ઊંડે છે .
ભારતના પરમાણુ ભૌતિકશાસ્ત્રના પ્રણેતા હોમી ભાભાના નામ પર ચંદ્ર પર ખાડો છે. આ ખાડો સુભાષચંદ્ર બોઝના ખાડાની નજીક ચંદ્રના દક્ષિણ ભાગમાં સ્થિત છે. સર ચંદ્રશેખર વેંકટ રમન એક ભારતીય ભૌતિકશાસ્ત્રી હતા જે પ્રકાશ સ્કેટરિંગના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે જાણીતા હતા. તેમના નામ પર ચંદ્રના પશ્ચિમ વિસ્તારમાં ખાડો છે. આમ જુદા જુદા ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિઓના નામે ચંદ્ર પર ખાડા આવેલ છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version