Published By:-Bhavika Sasiya
મુસાફરોની સલામતીને અગ્રીમતા આપવાની વાતો કરતા રેલવે તંત્ર દ્વારા રેલવે સેફ્ટીના ખાસ ફંડનો ઉપયોગ ફૂટ મસાજર ક્રોકરી પાછળ કરવામાં આવ્યો હોવાનો ચિકાવનારી વિગતો જાણવા મળી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017 માં રેલવેના મુસાફરોની સુરક્ષા માટે રૂ 1 લાખ કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું પરંતું કેગ ના રિપોર્ટ મુજબ મુસાફરોની સુરક્ષા અંગેના આ ફંડની રકમ ફૂટ મસાજર, ક્રોકરી તેમજ વિન્ટર જેકેટ પાછળ ખર્ચ કરી નાખવામાં આવ્યો હતો. અત્રે નોંધવું રહ્યું કે વર્ષ 2017-18 મા નાણાં મંત્રી અરૂણ જેટલીએ આ સેફ્ટી ફંડ રચ્યું હતું. હાલમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે સેફ્ટી ફંડ માંથી ખોટી રીતે રૂ 48.21 કરોડની રકમ ખર્ચી નાખવામાં આવી હતી.