Published by : Rana Kajal
વિવાદોમાં ઘેરાયેલા માતરના MLA કેસરીસિંહ સોલંકી આવનાર વિધાનસભાની ચૂંટણી પહેલા પણ વિવાદમાં રહ્યા હોય એમ લાગી રહ્યું છે. કેસરીસિંહને આ વખતે ભાજપમાંથી આ બેઠક પરથી લડવા માટે ટિકિટ ન મળતાં તેઓ નારાજ થયા હતા અને ભાજપ સાથેનો છેડો ફાડી AAP સાથે જોડાયા હતા. પરંતુ ગણતરીના કલાકોમાં જ પુનઃસત્તાધારીપક્ષ ભાજપ સાથે જોડાયાનો ખુલાસો સામે આવ્યો હતો. માતર પંથકમાં એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીએ કેસરીસિંહને ટિકિટ ન આપી કે પછી ભાજપે સમજાવી લીધા? એ મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ માતર બેઠર પર પહેલા મહિપતસિંહને ટિકિટ આપી હતી. જોકે, કંઇક નવાજૂની થતાં હવે લાલજી પરમારને આપી છે. કેસરીસિંહેનો યુર્ટન ખેડા જિલ્લાની માતર બેઠક પરથી ભાજપે સીટિંગ MLA કેસરીસિંહ સોલંકીની બાદબાકી કરી છે અને નવા ઉમેદવાર કલ્પેશભાઈ પરમારને મેદાનમા ઉતાર્યો છે. એવામાં સીટિંગ ધારાસભ્ય નારાજ થયા હતા અને તેમણે એકાએક ભાજપ પક્ષ સાથે છેડો ફાડી કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે હજુ આ ઘટનાને થોડો સમય વીત્યો છે, ત્યાં કેસરીસિંહે પાછો યુટર્ન મારી દીધો છે અને પુનઃ ભાજપ પક્ષ સાથે હોવાનો સંકેત ફેસબુક પેજ મારફત આપ્યો છે.