કોંગ્રેસના અધ્યક્ષ કોઈ પણ બનશે પરંતુ તે ગાંધી પરિવારની કઠપૂતળી જ હશે તેવો આક્ષેપ ભાજપાના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ માટેની ચૂંટણી પ્રક્રિયા યોજાશે તેવામાં ભાજપા તરફથી આ નિવેદન આવ્યું છે..
હાલ સમગ્ર દેશમાં કોંગ્રેસનો આગામી રાષ્ટ્રીય પ્રમુખ કોણ હશે તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. આવા સમયે કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી અંગે કોણ કોણ ઉમેદવારી કરે છે. તે પણ મહત્વનું છે હાલમાં તો અશોક ગેહલોત અને શશિ થરુરનાં નામો કોંગ્રેસનાં આગામી પ્રમુખ તરીકે ચર્ચામાં છે. ત્યારે ભાજપા દ્વારા એવો કટાક્ષ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ કોઇ પણ બને તે રાહુલ ગાંધીના કઠપૂતળી સાબિત થશે.