- દહેજ ખાતે શાકભાજીના વેપારીને ધમકાવી તોડ કરવા અંગેનો ગુનો નોંધાયો.
- પોલીસ અમલદાર તરીકેની ઓળખ આપી ધમકાવાયા હોવાની કેફિયત
કોંગ્રેસના યુવા નેતા નીખીલ શાહ અને તેઓના મળતીયાઓ સામે ભરૂચ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં આ બે ઇસમોએ જોલવા નજીક શાકભાજી વેચતા એક વેપારીને શાકભાજીની આડમાં દારૂનો વેપલો ચલાવો છો તેમ કહી ડરાવી ધમકાવી પૈસાની માંગની કરી હતી જે સબબ તેઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
દહેજ નજીક આવેલ જોલવા ખાતે શાકભાજી વેચવા જતા વેપારી પર તમે શાકભાજીની આડમાં દેશી દારૂનો વેપલો કરો છો એમ જણાવી તોડ પાણી કરનાર અને પોતાની જાતને પોલીસ અમલદાર તરીકેની ઓળખ આપનાર અને અન્ય ત્રણ વ્યક્તિઓ કે જેઓ બોગસ પોલીસ અમલદારને સાથ આપી રહ્યા હતા તેમની સામે ભરૂચ ગ્રામ્ય પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોધાઇ હતી ફરિયાદી રાજેશ રમેશ ભાઈ વસાવા એ ઝાકીર રીઝવાન, નીખીલ શાહ અને અજાણ્યા એક ઇસમ સહિત ૪ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે તપાસ નો આરંભ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે નીખીલ શાહ અગાઉ પણ અનેકવાર ચર્ચામાં આવી ગયા છે અને તેઓ અવારનવાર સુર્ખીઓમાં રહે છે ત્યારે પુનઃ એકવાર તેઓ સામે ફરિયાદ નોંધાતા કોંગ્રેસ આલમમાં પણ ગણગણાટ શરુ થયો છે.