Published by : Rana Kajal
• ગઈકાલે બાલાસાહેબ થોરાટે પણ નાના પટોલેને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડને પત્ર લખ્યો હતો
કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે વિધાનસભામાં CLP(Congress Legislative Party)ના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નાસિક વિધાન પરિષદની ચૂંટણી બાદ બાલાસાહેબ થોરાટ અને પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે વચ્ચે રસાકસી થઈ હતી. ગઈકાલે બાલાસાહેબ થોરાટે પણ નાના પટોલેને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી આવી ત્યારે કેટલાક રાજકીય ડ્રામા જોવા મળ્યા હતા. ગયા વખતે પણ શિંદેએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આ વખતે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદમાં વિવાદો જોવા મળી રહ્યા છે.બાલાસાહેબ થોરાટ સાથે વિદર્ભના કેટલાક નેતાઓએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે વિરુદ્ધ હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી.