Published by : Rana Kajal
ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે ગુજરાત કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.આ સાથે ગુજરાત કોંગ્રેસે અત્યાર સુધી કુલ 89 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુજરાત કૉંગ્રેસ દ્વારા આ પહેલા 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કરાયા છે. તો લલિત વસોયા, અમરિશ ડેર, પ્રતાપ દૂધાત, પરેશ ધાનાણી જેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યોને કોંગ્રેસે પણ રિપીટ કર્યાં છે. કોંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી નીચે મુજબ છે.

