ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. ભાજપનું મોદી મેજિક કામ કરી ગયું છે અને રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો છે ત્યારે હવે કોંગ્રેસી નેતાઓ સંતાવા માટે જગ્યા શોધી રહ્યા હોય એવું લાગે છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ રાજીનામું આપી દીધું છે. કારણ કે ગયા વખતે 77 જેટલી બેઠકોમાંથી આ વખતે સીધા અડધાથી પણ ઓછી બેઠકો મળવાના કારણે દેખીતી રીતે કોંગ્રેસ માટે શરમાવાનો વારો આવ્યો છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપના સુપડા રીતસર સાફ થઈ ગયા છે. એટલું જ નહીં તેના કારણે કોંગ્રેસને પણ મોટો ફટકો પડ્યો છે.