Published by : Rana Kajal
આણંદના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં જોડાયા છે. કાંતિભાઈ સોઢા પરમાર . અમૂલના ડાયરેકટર છે. તેઓ આણંદ તાલુકા પંચાયતના બે ટર્મ પ્રમુખ રહી ચૂક્યા છે. ઉપરાંત બે ટર્મ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. અમૂલ ડેરી પર કબજો જમાવા પ્રદેશ ભાજપ વધુ સતર્ક થયું છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પર કબજો મેળવવા ભાજપની રણનીતિ છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે ભાજપમાં જોડાયા બાદ નિવેદન આપતાં કહ્યું, આજે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયો છું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલના હાથે ખેસ પહેરી ભાજપમાં જોડાયો છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના કાર્યોથી પ્રેરાઈ ભાજપમાં જોડાયો છું. આણંદમાં ભાજપના ધારાસભ્ય સાથે મળીને વિકાસ કરવા ભાજપમાં જોડાયો છું, કોઈપણ જાતની અપેક્ષા સિવાય ભાજપમાં જોડાયો છું.