Published by : Rana Kajal
- ભાજપ સરકારના ઈશારે પોલીસે કોંગ્રેસીઓ : કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જઈ રહેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી
સુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મોદી અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં 23 માર્ચે ચુકાદો આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી.

આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું. હવે આજરોજ સાંસદપદ ગુમાવ્યાના 11 દિવસ બાદ રાહુલ ચુકાદા સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવાના છે ત્યારે તેમના સમર્થનમાં સુરત ખાતે પહોંચી રહેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી અને તેઓને સુરત જતા અટકાવયા હતા જેના પગલે કોંગ્રેસનાં આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
