Published By : Parul Patel
કોંગ્રેસ દ્વારા ભાજપ પર અદાણી મુદ્દે આક્રમક વલણ અપનાવાયું છે, ત્યારે ભાજપે પણ વળતો પ્રહાર કરી “કોંગ્રેસ ફાઇલ્સ” નો પહેલો એપિસોડ રજૂ કરાયો છે. આ એપિસોડ સોશીયલ મિડીયા પર વાયરલ થયો છે આ પહેલા એપિસોડમાં જણાવાયું છે કે કોંગ્રેસ રાજમાં રૂ 4.82લાખ કરોડના કૌભાંડ કરવામાં આવ્યા હતા.
ભાજપે તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કર્યુ હતું. કોંગ્રેસ ફાઇલ્સના પહેલા એપિસોડમાં એમ પણ જણાવાયુ કે કોંગ્રેસનો અર્થ કરપશન ના મથાળા વાળા વીડિયોમાં ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે કે કોંગ્રેસે તેના 70 વર્ષના શાસન કાળમાં રૂ. 4.82લાખ કરોડના કૌભાંડ કરેલ છે. આ જંગી નાણાંનો ઉપયોગ લોકોનાં હિત અને સુરક્ષા માટે કરી શકાયો હોત. એમ પણ જણાવાયુ છે કે આ કૌભાંડોના નાણામાથી 24 INS વિક્રાંત, 300 રફાલ, અને 1000મંગળ મિશન પાછળ ખર્ચ થઈ શક્યો હોત. આમ ભાજપે કોંગ્રેસ પર સીધા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. સાથેજ “કોંગ્રેસ ફાઇલ્સ” નો આ પ્રથમ એપિસોડ સોશિયલ મીડીયા પર વાયરલ કરવામા આવ્યો હતો. આવનારા દિવસોમા હજી બીજા એપિસોડ આવી શકે છે.