વાલિયા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એ.વસાવાને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના કોંઢ ગામના રોયલ બંગ્લોઝના મકાન નંબર-૧૩ને ભાડે લઇ કપિલ ચૌધરીએ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળા મકાનમાં દરોડા પાડ્યા હતા
૧.૪૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે
પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૫૧ નંગ મોંઘીદાટ બોટલો મળી આવી હતી પોલીસે ૧.૪૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર કપિલ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા તાલુકાના હજી ઘણા બુટલેગરો બેરોકટોક વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે.