Home Bharuch કોંઢ ગામ નજીક આવેલ રોયલ વિલેજ બંગલોઝમાં તસ્કરો ત્રાટકયા

કોંઢ ગામ નજીક આવેલ રોયલ વિલેજ બંગલોઝમાં તસ્કરો ત્રાટકયા

0

વાલિયા તાલુકાના કોંઢ ગામ નજીક આવેલ રોયલ વિલેજ બંગલોઝના મકાન નંબર-132માં રહેતા છાયાબેન જીતેશ કલરીમડતીલ ગત તારીખ-7મી ઓગસ્ટના રોજ મકાનનું તાળું મારી પોતાની એક્ટિવા લઈ બંને દીકરીઓ સાથે કોસમડી સ્થિત કુમકુમ બંગલોઝમાં રહેતા માતા-પિતાને ઘરે દશા માતાજીના વિસર્જન નિમિત્તે જમવાનો કાર્યક્રમ હોય ત્યાં ગયા હતા

કુલ 3.49 લાખના મુદ્દામાલની ચોરી

દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણાં તેમજ મોબાઈલ મળી કુલ 3.49 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version