- માલધારી અગ્રણીએ ગાય-વાછરડા સાથે મતદાન કર્યું
રાજકોટમાં આજે અનોખું મતદાન થયું છે. માલધારી સમાજના અગ્રણી રણજિત મુંધવાએ માલધારી સમાજનો પહેરવેશ પહેરી ગાય અને વાછરડા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. લમ્પી વાઇરસમાં સરકારની કામગીરી સામે રોષને કારણે તેમણે ગાય સાથે મતદાન કરવા નીકળ્યા હતા.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/19_1669870554.webp)
- આપના ઉમેદવાર સાઇકલ પર મતદાન કરવા નીકળ્યા
હાઈ પ્રોફાઈલ રાજકોટ પશ્ચિમ બેઠકના આપના ઉમેદવાર દિનેશ જોષી સાઇકલ પર મતદાન કરવા નીકળ્યા અને આગળ તેલનો ડબ્બો અને પાછળ ગેસનો બાટલો રાખ્યો હતો.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/18_1669869803.webp)
- રાજકોટના રાજવી પરિવારે વિન્ટેજ કારમાં આવી મતદાન કર્યું
રાજકોટનાં ઠાકોર સાહેબ માંધાતસિંહજી જાડેજા પોતાની વિન્ટેજ કારમાં બેસીને પરિવાર સાથે મતદાન મથક પહોંચ્યા હતા. જે કારમાં તેઓ મતદાન કરવા ગયા હતા તે રાજ પરિવારની વિશિષ્ટ ફોર–ડોર સ્ટુડ બેકર કમાંડર કનવરતીબલ સેદાન વર્ષ 1933 સ્ટ્રેટ એઇટ સિલિન્ડર એન્જિન જે 2013 Cartier Concours d’Eleganceમાં જાહેર માન્યતા “RESURRECTION CLASS”માં વિજેતા બની છે. આજ રોજ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા તેઓ અને રાજ પરિવાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાર લઇને પહોંચતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ તકે તેમણે અન્ય લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/untitled_1613885561.jpg)
- ભાજપના ઉમેદવારનો આજે જન્મદિવસ અને સૌથી પહેલું મતદાન કર્યું
કચ્છની 6 વિધાનસભા બેઠક પૈકી ગાંધીધામ નંબર 5 ખાતે આજે સવારે ભાજપનાં ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ સૌથી પહેલા પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારે 8:00 વાગે જ ગાંધીધામના મહેશ્વરી નગર ખાતે મતદારોની લાઈનો લાગવાની શરૂ થઈ હતી. ભાજપનાં આ ઉમેદવાર માલતીબેન મહેશ્વરીનો આજે જન્મદિવસ પણ હોવાથી મતદારોએ તેમને શુભેચ્છા પાઠવી હતી અને મતદાન થકી 200 મીટર દૂર લોકોએ કેક કાપીને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/12/16_1669871210.jpg)