Published by : Rana Kajal
- કેરળના 10 ટાપુઓ પર વસતા 1લાખ કરતા વધુ લોકોને અવરજવરમા થશે ફાયદો….
ઘણાં લાંબા સમયથી સડક અને રેલ માર્ગે થતી અવરજવરનો વિકલ્પ મળતો ન હતો. પરંતુ હવે કોચી વોટર મેટ્રો શરુ થતા જળ માર્ગ એ સડક અને રેલ માર્ગના મજબુત વિકલ્પ તરીકે સાબીત થઈ રહયો છે. અત્રે નોંધપાત્ર બાબતએ છે કે કેરળમાં ભાજપની સરકાર ન હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના દરેક તબ્બકે સાથ અને સહકાર આપ્યો સાથે જ તેનું ઉદઘાટન પણ કર્યુ. જૉકે પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કોચી મેટ્રોનો શિલાન્યાસ 2012 મા કર્યો હતો. 2013માં તેનું કામ શરૂ થયું. પણ આ કામ ઝડપથી થઇ રહયું ન હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ રસ લેતા કોચી મેટ્રો પ્રોજેક્ટ પુર્ણ થયો છે. કેરળના 10 ટાપુઓને આ મેટ્રો આવરી લે છે 78 ઇલેક્ટ્રિક હાઈબ્રીડ બોટને એકબીજા સાથે જોડવામાં આવી છે. મેટ્રોના 38 જેટલા ટર્મિનલ છે. સમગ્ર પ્રોજેકટ 1136.83 કરોડના ખર્ચે સાકાર થયો છે કેરળની સરકાર ઉપરાંત જર્મન કંપની કે એફ ડબલ્યુએ પણ આ પ્રોજેક્ટમા ફન્ડીંગ કર્યુ છે. કોચી મેટ્રો સંપૂર્ણ એરકન્ડીશન હોવા ઉપરાંત વંદે ભારત એકસપ્રેસ ટ્રેન જેવી તમામ સુવિધાઓ ધરાવે છે.