Published by : Vanshika Gor
કામવાસનાએ માતાપિતાની પ્રેમાળ છબી ને નફરતમાં બદલી નાખી હોય તે બાબત સાબીત કરતો કીસ્સો સામે આવ્યો છે.ભલે પરણીત યુગલની વાસનાથી સંતાન જન્મ્યું હોય પરંતું કહેવાય તો એ સંતાનજ શું આવા સંતાનને માતાપિતાનો પ્રેમ નહી પરંતુ અપમૃત્યુ મળે તે ક્યાંનો ન્યાય.
પરણિત યુગલ જ્યારે કામવાસનારૂપી પ્રેમના સબંધમાં બંધાય ત્યારે કેટલાક કિસ્સાઓમાં એવા માસૂમ ફૂલ સમાન સંતાનના જન્મ થતા હોય છે કે તેને જન્મ આપનાર મા બાપ એટલેકે માળી જ આવા માસૂમ પુષ્પને મોતને ઘાટ ઉતારી પોતાની કહેવાતી ઈજ્જત બચાવી લેવાના પ્રયાસ કરે છે આવોજ ઍક કિસ્સો સપાટી પર આવ્યો છે.
સગાં મા-બાપની ક્રૂરતાની રુંવાટાં ઊભાં કરી દેતી કહાણી એક પરણીત પુરુષ અને પરણીત મહીલા વચ્ચે કામવાસનાનો પ્રેમ સબંધ બંધાયો, પ્રેમના સ્વરૂપે ઍક સંતાનનો જન્મ થયો.સમાજના ડરના પગલે સંતાનને મારી નાંખવાનો અને મૃતદેહને વગે કરવાની યોજના બનાવી અને તે મુજબ કર્યુ પણ ખરૂં પરંતું પાપ કોઇ દિવસ છુંપાતુ નથી તેમ હાલ માસૂમના હત્યારા કાયદાની પકડમા આવી ગયા છે.
પરિણીત પ્રેમીપંખીડાએ પોતાનું પાપ છુપાવવા બે મહિનાના બાળકને પતાવી દીધો હતો. એક મહિના બાદ જ્યારે પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો હતો ત્યારે પોલીસના પગ નીચેથી પણ જમીન સરકી ગઇ… લગભગ મહિના અગાઉ તા.14મી જાન્યુઆરીએ વાંસદાના જૂજ ડેમના કેચમેંટ પરથી પોલીસને ગુટખાના થેલામાં પેક કરેલી બે મહિનાના માસૂમનો મૃતદેહ મળ્યો હતો . ગ્રામ્ય વિસ્તાર હોવાથી કોઇ સીસીટીવી નહોતા કે કોઇ પુરાવા પણ નહોતા જેથી પોલીસ માટે આ હત્યાનો ભેદ ઉકેલવો પડકારજનક હતો. પણ કહે છે ને કે પાપ છાપરે ચડીને પોકારે એમ આખરે એક મહિના બાદ પોલીસે હત્યારાં મા-બાપને ઝડપી પાડ્યાં છે. જે બંને પરિણીત પ્રેમીપંખીડા છે.

આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં પ્રેમ પ્રકરણની શરુઆત થઈ હતી.વાંસદાના ખાટાઆંબા ગામના ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતા 34 વર્ષીય વિનોદ માહલા ત્રણ સંતાનોનો પિતા છે. જેના ગામમાં ધરમપુર તાલુકાના આસુરા ગામની સુલોચના નામની પરિણીત મહિલાનું મામાનું ઘર થાય એટલે સુલોચના અવાર-નવાર આવતી હતી. વિનોદ અને સુલોચનાની આંખ મળીને બંને પ્રેમમાં પડી ગયાં. સુલોચનાને પોતાના પતિ સાથે મનમેળ ન હોવાથી નવ વર્ષના પુત્ર સાથે અલગ રહેતી હતી. જેથી બંને પ્રેમીપંખીડા આઝાદીથી મળવા લાગ્યાં. આમ ને આમ પાંચ વર્ષ ક્યાં નીકળી ગયાં ખબર જ ન પડી. તેવામાં સુલોચના ગર્ભવતી થઇ તો ગામ બદલી નાખ્યું સુલોચના સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામે રહેવા જતી રહીં… ત્યારબાદ તા 19મી નવેમ્બરે સુલોચનાએ સુરત સિવિલમાં બાળકને જન્મ આપ્યો. કોઇને ખબર ન પડે એટલે ચતુરાઇપૂર્વક પ્રેમીપંખીડા સુરત સિવિલ ગયાં હતાં. બાળકને જન્મ આપ્યા બાદ બંનેએ તેનું નામ રાખ્યું પૂર્વાંશ રાખ્યુ હતું
પૂર્વાંશ વિશે સમાજને કે પરિવારને ખબર પડે તો બદનામી થાય. જેથી આડખીલીરૂપ બનતા પૂર્વાંશને પતાવી દેવાનો બંનેએ પ્લાન કર્યોં . પ્લાન મુજબ પિતા વિનોદે વાંસદાથી એક ગુટખાનો થેલો ખરીદ્યો અને તેમાં પૂર્વાંશ પેક કરી દીધો, સાથે રમકડાં પણ મૂક્યા.. ત્યારબાદ એક્ટિવા પર રાયબોરના બંધિયાર ફળિયા પાસેના જૂજ ડેમના કેચમેંટમાં જઈને પૂર્વાશના શ્વાસ રૂંધાય ત્યાં સુધી મોઢા પર હાથ રાખીને પતાવી દીધો. જે બાદ થેલામાં રમકડાં સાથે પૂર્વાંશને પેક કરી થેલા સાથે મોટા પથ્થર બાધી ડેમમાં ફેકી દીધો. જેના બે દિવસ બાદ 14મી જાન્યુઆરીએ પથ્થર અલગ પડતાં પૂર્વાંશની લાશ બહાર આવતાં પોલીસને જાણ થઇ ને પોલીસે તપાસનો આરંભ કર્યોં હતો વાંસદાના પી.આઇ. બી.એમ. ચૌધરીએ મનમાં ગાંઠવાળી કે આ કેસ જલદી ઉકેલવો છે. કોઇ સુરાગ ન હોવાથી પોલીસે 1200 જેટલાં પેમ્ફલેટ છપાવી વાંસદા, વઘઈ, આહવા, સાપુતારા, ધરમપુર, વલસાડ, કપરાડા, વાપી, સુરગાણા (મહારાષ્ટ્ર) વિસ્તારનાં અલગ અલગ ગામોમાં ટીમો બનાવી વહેંચ્યાં આ ઉપરાંત વાસદા આજુબાજુ આવેલા અન્ય તાલુકાની 12 જેટલી સરકારી/ખાનગી ગાયનેક હોસ્પિટલમાં 0થી 1 વર્ષના 7400 જેટલાં બાળકોની વિગત મેળવી, તેમાંથી 870 (પુરુષ) બાળકોની માહિતી અલગ તારવી… આ દરમિયાન એક ખાનગી વ્યક્તિએ પોલીસને વિનોદના પ્રેમ પ્રકરણની જાણ કરી.. પોલીસને એક કડી મળી પણ સાબીત કરવું મુશ્કેલ હતું. જેથી પોલીસે ધીમે ધીમે અન્ય પુરાવાઓ ભેગા કરવાનું શરૂ કર્યું ને અંતે વિનોદને ઉઠાવી લીધો. પોલીસ સ્ટેશનને લાવીને પૂછપરછ કરતાં વિનોદ ભાંગી પડ્યો ને ગુનો કબૂલ કરી લીધો. બાદમાં પોલીસે સુલોચનાની પણ ધરપકડ કરી.હત્યારો બાપ વિનોદ પહેલાંથી ત્રણ સંતાનોનો પિતા છે
આરોપી વિનોદ ડ્રાઇવિંગનું કામ કરે છે. જેને ત્રણ સંતાનો પણ છે. જે રીઢો ગુનેગાર ન હોવા છતાં પણ તેણે બાળકની ઠંડા કલેજે હત્યા કરી સિફતપૂર્વક તેને ગુટકાના થેલામાં પેક કરી તેના ઉપર પથ્થર બાંધી પાણીમાં ફેંક્યો.. આરોપીએ હત્યાની મોડસ ઓપરેન્ડી કઈ રીતે ઘડી તે તમામ માહિતી રિમાન્ડ દરમિયાન સામે આવશે, હાલ પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.