Published By : Patel Shital
- 11વર્ષ પહેલા થયેલી છેડતીની રીસ રાખી મારામારીનો બનાવ બન્યો…
ઘણી વાર નાના બનાવોની રીસ ખુબ લાંબા સમય સુધી મનમાં રાખ્યા બાદ તેના પ્રત્યાઘાત સામે આવતાં હોય છે.
જેમ કે ભરૂચ તાલુકામા આવેલ નિકોરા ગામમા 11 વર્ષ પહેલા થયેલી છેડતીના બનાવની રીસ રાખી મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં મળતી માહિતી મુજબ 11 વર્ષ પહેલા રમણ ઉર્ફે મુન્ના એ ઠાકોરની પુત્રીની છેડતી કરી હોય અગિયારેક વર્ષો પહેલા થયેલ બનાવની રીસ રાખી આ મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવ દેખીતી રીતે નાનો છે પરંતુ આ બનાવની ગંભીરતા એ છે કે જ્યારે લોકો એવી વાતો કરતા હોય કે સમય સાથે બધુ ભુલી જવાય છે. પરંતુ કેટલાક બનાવમાં આમ બનતુ નથી.