Published by : Rana Kajal
જામનગર રાજવીની જમીનમાં 1988 વર્ષથી સ્ટોલ લાગી રહ્યા છે જેમાં અનેક પરપ્રાંતીયોને રોજગારી મળી રહી છે. તેઓ ત્રણમહિના અહીં વેપાર કરીને મળેલા નફાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
ઠંડીના ચમકારાને પગલે બજારમાં ગરમ કપડાઓની મોટે પાયે માંગ રહેતી હોય છે. જેને લઈને ઠેકઠેકાણે ગરમ કપડાઓના સ્ટોલ ઉભા થતા હોય છે ત્યારે જામનગરમાં ટાઉનહોલ નજીક તિબેટીયન રેફ્યુજી લ્હાસા માર્કેટમા (તિબેટિયન બજાર) સ્વેટર, જેકેટ સહિત ગરમ કાપડાઓ ખજાનો જોવા મળે છે. ખરેખર તિબેટિયન લોકો ખુબ જ ઓછા હોય છે, પરંતુ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના લોકો હવે ગુજરાતમાં આવી રહ્યા છે. ઠંડા પ્રદેશોમાં ગરમ કપડાંનું વેચાણ વધુ હોવાથી ત્યાંના લોકો શિયાળો શરૂ થતાં જ ગુજરાત આવે છે. વર્ષોથી અહીં એક જ ભાવમાં ઠંડી સામે રક્ષણ આપતા કપડાઓનું મોટા પાયે વેંચાણ થઈ રહ્યું છે. હાલ ઠંડીનું પ્રમાણ વધતા ઘરાકીની મોસમ ધીમે પગલે વધી રહી છે.
આ કપડાં વેપારીઓ લોન ઉપર લઈને આવે છે અને અહીંથી વેચાણ થયા બાદ નાણાંની ભરપાઈ કરે છે. ભારતના ગરમ કપડાં માટેના ખ્યાતનામ સ્થળ પંજાબ, દિલ્હી અને પાલિતાણા સહિતના સ્થળોએથી કપડાની ખરીદી કરી જામનગરમાં વેંચવામાં આવે છે. ઉપરાંત સ્ટોલના વેપારીઓ પણ દાર્જિલિંગ, ઉત્તરાખંડ, સાઉથ, હિમાચલ સહિતના સ્થળોથી લોકો અહીં સમાન વેંચવા આવે છે.બીજી બાજુ બાળકોથી માંડી વૃદ્ધ સહિતના લોકો છેતરપીંડીનો ભોગ ન બને તે માટે તમામ વસ્તુના એક ભાવ ભાવ રાખવામાં આવ્યા છે. તિબેટીયન રેફ્યુજી લ્હાસા માર્કેટના પ્રમુખ દુર્જી ચેમ્પિયલએ જણાવ્યું કે હાલ આ માર્કેટમાં 24 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.જામનગર રાજવીની જમીનમાં 1988 વર્ષથી સ્ટોલ લાગી રહ્યા છે જેમાં અનેક પરપ્રાંતીયોને રોજગારી મળી રહી છે. તિબેટિયનો ત્રણ મહિના અહીં વેપાર કરીને મળેલા નફાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત સાલ કરતા આ વર્ષે સારી કમાણીથઈ તેવી વેપારીઓ સોનેરી આશા સેવી રહ્યા છે.