કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને બુધવારે હાર્ટ-એટેક આવતા દિલ્હીની AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)માં સારવાર ચાલી રહી છે. આજે એટલે કે શનિવારે ચોથા દિવસે પણ રાજુનું બ્રેન રિસ્પોન્સ નથી કરી રહ્યું. ડોક્ટરે આગામી 48 કલાક મહત્વના ગણાવ્યા છે. શુક્રવારે આંગળીઓ અને ખભામાં હલચલ જોવા મળી હતી. ડોક્ટરોએ આ હલનચલનને સારો સંકેત ગણાવ્યો છે, પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન આવતા ચિંતા પણ વ્યક્ત કરી છે.
બ્રેન હજુ પણ રિસ્પોન્સ નથી કરતું
છેલ્લાં 10 વર્ષમાં રાજુ શ્રીવાસ્તવે ત્રણ વખત એન્જિયોપ્લાસ્ટી કરાવી છે. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં પહેલીવાર એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. આ બાદ 7 વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં જ ફરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ પછી બુધવારે ત્રીજી વખત ડોક્ટરોએ રાજુ શ્રીવાસ્તવ પર એન્જિયોપ્લાસ્ટી કરી છે. આમ છતાં પણ હજુ બ્રેઈન રિસ્પોન્સ નથી કરી રહ્યું.

રાજુના પરિવારજનોએ કરી અપીલ
શુક્રવારે મોડી રાત્રે રાજુ શ્રીવાસ્તવના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પરથી પરિવારજનોએ એક અપીલ કરી હતી કે, રાજુની તબિયત સ્થિર છે. તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. તો બીજી તરફ કોમેડિયન રાજીવ નિગમ, એક્ટર શેખર સુમન અને તેના મિત્ર શ્યામ શુક્લા સહિત તમામ ફેન્સે પણ અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.