58 વર્ષીય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું સ્વાસ્થ્ય સતત સુધરી રહ્યું છે. રાજુ શ્રીવાસ્તવને 9 ઓગસ્ટના રોજ AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)માં એડમિટ કરવામાં આવ્યા હતા. સોમવાર (15 ઓગસ્ટ)ના રોજ ફૂડ પાઇપથી અડધો લીટર દૂધ આપવામાં આવ્યું હતું. આજે એટલે કે 16 ઓગસ્ટના રોજ વેન્ટિલેટર સપોર્ટ હટાવી શકાય છે. 15 ઓગસ્ટે એક કલાક માટે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું હતું, પરંતુ પછીથી વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં રાજુના મોટા ભાઈ કાજુની પણ સારવાર ચાલી રહી છે. તેમને આજે (16 ઓગસ્ટ) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. કાજુ શ્રીવાસ્તવને હજી સુધી રાજુની તબિયત અંગે જાણ કરવામાં આવી નથી.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/11_1660631443.jpg)
બૉડી ઓર્ગન કામ કરે છે
રાજુના તમામ બૉડી ઓર્ગન વેન્ટિલેટર સપોર્ટ વગર પણ કામ કરે છે. ડૉક્ટરે કહ્યું હતું કે તેમને જલ્દીથી ભાન આવશે. જોકે, MIR રિપોર્ટમાં મગજની એક નસ દબાયેલી હોવાનું સામે આવ્યું છે અને આ જ કારણે હજી સુધી ભાન આવ્યું નથી.
વધુમાં સીપી શ્રીવાસ્તવે કહ્યું હતું, ‘ડૉક્ટરના મતે, રાજુના મગજના એક ભાગમાં ઓક્સિજન પહોંચતો નથી અને આ જ કારણે હોશ આવ્યો નથી. બ્રેનમાં કોઈ ઈજા કે ક્લૉટિંગ નથી. આની સારવાર શક્ય છે. મગજને 7થી 15 દિવસ સુધીમાં ઓક્સિજન મળવાનું શરૂ થઈ શકે છે. આ નેચરલી ઠીક થશે.