Published by : Anu Shukla
- ઉત્તરપ્રદેશની દરેક પ્રાઈવેટ સ્કુલો 15 ટકા ફી પરત કરે: અલાહાબાદ હાઈકોર્ટ
- વાલીઓએ રજુઆત કરી હતી કે સ્કુલોએ માત્ર ઓનલાઈન શિક્ષણ આપ્યુ છે
દેશમાં 2020-21 મા કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. કોરોના મહામારીમાં સરકારે લોકડાઉન આપી દીધુ હતું. જેથી આ સમયે કોરોનાકાળ દરમ્યાન બધા ઘરમાં બંધ હતા. ચારેયબાજુ બધુ જ બંધ હતું. ઈમરજન્સી સિવાય કોઈ બહાર જઈ શકતું નહોતું. જેમા સ્કુલો પણ બંધ હતી તેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરતાં હતા. પરંતુ સ્કુલોએ વાલીઓ પાસેથી પુરી ફી વસુલ કરી હતી.
વર્ષ 2020-21 ની ફીને લઈને અલાહાબાદ હાઈકોર્ટે એક આદેશ જાહેર કર્યો છે કે ઉત્તરપ્રદેશની દરેક પ્રાઈવેટ સ્કુલોએ હવે 15 ટકા ફી પરત કરવી પડશે. આ મુદ્દે ચીફ જસ્ટીસ રાજેશ બિંદલ અને જે જે મુનીરે આ આદેશ કર્યો હતો. આ સાથે જોડાયેલી બધી અરજીઓની સુનાવણી 6 જાન્યુઆરી 2023 ના રોજ થઈ હતી અને તેનો આદેશ 16 જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો.
શુ હતો ફી સાથે જોડાયેલ મામલો…
વર્ષ 2020-21 માં કોરોના મહીમારીથી સમગ્ર દેશ ઝપટમાં આવી ગયો હતો. દેશમાં સ્કુલો બંધ હતી અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓનલાઈન ચાલતુ હતું. આ દરમ્યાન જ્યારે બાળકો અને શિક્ષકો સ્કુલોમાં જતા જ નહોતા અને કોઈ સુવિધા આપવામાં જ આવતી નહોતી. તો પછી આ સુવિધાના સ્કુલો પૈસા કઈ રીતે લઈ શકે.