- માસ્ક પહેરવા અંગે ગાઇડલાઈન જાહેર કરવામાં આવી..
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટ જણાતાં આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. તેનુ મુખ્ય કારણ એ છે કે નવો વોરીયન્ટ ખૂબ ખતરનાક અને ચેપી જણાયો છે તેથી જ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ તાત્કાલિક બેઠક બોલાવી હતી અને જરુરી તમામ પગલાં ભરવા આદેશ કર્યો હતો બેઠકમા માસ્ક પહેરવા અને અન્ય કોરોના ગાઈડ લાઈન અંગે ખાસ ચર્ચા વિચારણા કરવામા આવી હતી સાથે જ પરિસ્થિતી પર સતત દેખરેખ રાખવા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો અત્રે નોંધવુ રહ્યું કે ગુજરાતમાં ઓમિક્રોનના સબ વેરીયન્ટ બી એફ.7નો કેસ જણાયો છે જે ખુબજ ચેપી છે જૉકે હજી આ બાબતે ચોક્કસ આંકડા પ્રાપ્ત થઈ શક્યા નથી. હાલતો નવા વેરિયન્ટના પગલે સિંગાપોર જેવા દેશમા કોરોનાનો વિસ્ફોટ થયો છે જૉકે ભારતમાં મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજયોમાં પણ કોરોનાનો નવો વોરીયન્ટ જણાયો હતો. જૉકે ભારતમાં કોરોના રસી જે ઝડપથી મૂકવામાં આવી તેમજ હાલમા પ્રિકોશન ડોઝ સહિતની કોરોનાની રસી મૂકવામાં આવી તે જોતા કોરોનાના નવા આક્રમણ સામે આરોગ્ય તંત્ર સજજ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.