Home Ankleshwar કોરોના બાદ વધતા કાર્ડિયાક એરેસ્ટ સામે 4000 લોકોને CPR ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ...

કોરોના બાદ વધતા કાર્ડિયાક એરેસ્ટ સામે 4000 લોકોને CPR ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજાયો…

0

Published By Parul Patel

  • ભરૂચ મેડિકલ કોલેજ અને અંકલેશ્વર શારદા ભવન હોલ ખાતે કરાયું આયોજન
  • હૃદયરોગના હુમલામાં સીપીઆરથી ફર્સ્ટ રિસ્પોન્ડર જીવ બચાવી શકે
  • ભરૂચ જિલ્લા ભાજપ, ડો.સેલ, આરોગ્ય વિભાગ અને મેડિકલ સ્ટાફ દ્વારા ટ્રેનિગનું કરાયું આયોજન

મહામારી કોરોના બાદ કાર્ડિયાક એરેસ્ટના વધતા કેસો સામે ગુજરાત સરકાર અને ભાજપ દ્વારા રાજ્યભરમાં 38 સ્થળોએ CPR ટ્રેનિંગ આપવાનો કાર્યકમ યોજાયો હતો.

ભરૂચ જિલ્લામાં પણ ભાજપ, ડો.સેલ, આરોગ્ય વિભાગ, IMA અને મેડિકલ સ્ટાફ દ્વારા ભરૂચ મેડિકલ કોલેજ ખાતે સીપીઆર ટ્રેનિગનું આયોજન કરાયું હતું. જેમાં દિવસભર 4000 ભાજપ કાર્યકર્તા, આરોગ્ય વિભાગનો સ્ટાફ, હોમ ગાર્ડસ સહિતને હૃદયરોગના હુમલામાં ફર્સ્ટ રિસ્પોન્ડર બની કોઈનો જીવ બચાવવાની તાલીમ અપાઈ હતી.

ભરૂચ કિરણ પટેલ મેડિકલ કોલેજમાં CPR ટ્રેનિંગમાં ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરા, મેડિકલ કોલેજ અને સિવિલના તબીબો, સ્ટાફ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

અંકલેશ્વરમાં શારદાભવન ટાઉન હોલ ખાતે પણ ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ સહિત આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, તબીબો અને સ્ટાફની ઉપસ્થિતિમાં CPR ટ્રેનિંગનું આયોજન કરાયું હતું. અચાનક હૃદય બંધ પડી જવાની ઘટનામાં કઈ રીતે સીપીઆર આપી 10 મીનિટના ગોલ્ડન પિરિયડમાં દર્દીનો જીવ બચાવી શકાય તેની તાલીમ આપવામાં આવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version