Published By : Parul Patel
કોરોનાની રસી બાદ અમેરિકન નિષ્ણાતોએ દાવો કર્યો છે કે ટૂંક સમયમાં કેન્સર, હૃદયરોગની રસી ઉપલબ્ધ થશે.
જૉકે 2030 સુધીમાં આ રસી ઉપલબ્ધ થઈ જાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે. જેથી એક જ ઇન્જેક્શનથી અનેક પ્રકારના સંક્રમણને કવર કરી શકાશે.
કેન્સર અને હાર્ટના પેશન્ટ્સ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના નિષ્ણાતોનો દાવો છે કે જલદી જ આ બીમારીઓ માટે રસી તૈયાર થઈ શકે છે. જોકે હાલમાં તો વર્ષ 2030 સુધીમાં આ રસી લોકોના ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ જાય તેવી અપેક્ષા રાખી શકાય. આ દાયકાના અંત સુધીમાં દુનિયાભારના કેન્સર અને હાર્ટની બીમારીઓના દર્દીઓ હવે રસી મારફત સાજા થઈ શકશે. કોરોના વાઇરસ મહામારી માટે થયેલી વેક્સિન રિસર્ચે વિજ્ઞાનીઓ માટે કેન્સર અને હાર્ટની બીમારીઓ માટે રસીની શોધને સરળ બનાવી દીધી છે. એક ફાર્માસ્યૂટિકલ કંપનીએ હવે કહ્યું છે કે લોકો જલદી જ કેન્સર, કાર્ડિયોવાસ્ક્યૂલર બીમારીઓ તેમજ ઓટોમ્યૂન્યૂન બીમારીઓ અને અન્ય સ્થિતિઓથી બચવા માટે રસી લઈ શકશે.