Published by : Anu Shukla
- મંત્રી રિજિજુએ કહ્યું – આઇબી, રૉનો રિપોર્ટ જાહેર કરવો સુરક્ષા માટે જોખમી,
કોલેજીયમ વિવાદ અંગે કાયદામંત્રીએ અભિપ્રાય આપતા જણાવ્યુ છે કે કેટલાક રિપોર્ટ જાહેર કરવા યોગ્ય નથી. સંવેદન શીલ રિપોર્ટ જાહેર કરવાથી અમલદારોની કાર્યક્ષમતા પર અસર પડી શકે છે.
હાલમા જજોની નિયુક્તિને લઇને બનાવાયેલા કોલેજિયમને લઇને સુપ્રીમકોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ ચાલી રહયો છે. તે દરમિયાન કેન્દ્રીય કાયદામંત્રી કિરન રિજિજુએ દેશની ગુપ્તચર એજન્સીના રિપોર્ટ્સને જાહેર કરવા અંગે કહ્યું કે તે દેશની સુરક્ષા માટે જોખમ છે. કાયદા મંત્રી રિજિજુએ એમ પણ જણાવ્યુ કે ઇન્ટેલિજન્સ બ્યૂરો અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના સંવેદનશીલ રિપોર્ટના કેટલાક હિસ્સાને સુપ્રીમકોર્ટ કોલેજિયમે જાહેર ડોમેનમાં ઉમેર્યા છે.