અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામે ખેડૂત રાજેન્દ્રભાઈની સીમમાં આવેલ ખેતીવાડીના ટ્રાન્ફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. 16 અને 11 કેવિના ટ્રાન્સફોર્મરને ડબલ વીજ પોલના સ્ટ્રક્ચર પરથી નીચે પાડી દેવાયું હતું. જેમાંથી 85 લીટર ઓઇલ અને 39 કિલો એલ્યુમિનિયમ કોઈલની ચોરી કરાઈ હતી.
ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ અને કોપર મેળવવા તસ્કરોએ ખેતીવાડીના વીજ પુરવઠાને પણ ખોરવી નાખ્યો હતો. આ જોખમી ચોરી અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ ઈજનેર પરેશ ગોહિલે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.