Home Bharuch ક્યારેક ઢોલી તો ક્યારેક ઘરૈયા જાણો ગુજરાતના આ આદિવાસી ધારાસભ્યનો સંસ્કૃતિ પ્રેમ…

ક્યારેક ઢોલી તો ક્યારેક ઘરૈયા જાણો ગુજરાતના આ આદિવાસી ધારાસભ્યનો સંસ્કૃતિ પ્રેમ…

0

Published by : Rana Kajal

  • હોળી પર્વે વર્ષોથી ચાલી આવતી પરંપરા અને આદિ પ્રથાને AAP ના MLA ચૈતર વસાવા આજે પણ અકબંધ રાખી
  • પોતાના ગામમાં પ્રજા વચ્ચે આ પ્રજાના પ્રતિનિધિએ વગાડ્યા ઢોલ અને કર્યું ઘરૈયા નૃત્ય

આદિવાસીઓમાં હોળી પર્વનું દિવાળી કરતા પણ સવિશેષ મહત્વનો દાખલો આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા છે. આજે તેઓ ગુજરાતના એકમાત્ર આમ આદમી પાર્ટી AAP ના ધારાસભ્ય છે.જોકે તેઓએ પોતાની આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા MLA બન્યા બાદ પણ જીવંત રાખી છે. આદિવાસી નૃત્ય ચાલતું હોય, ટીમલી રમાઈ રહી હોય, સ્ત્રી પુરુષનો વેશ ધારણ કરી ઘરૈયા ઘેર નૃત્ય કરતા હોય અને તમને ખબર પડે કે આપણી વચ્ચે જે ઘરૈયા નાચ-ગાન કરી રહ્યાં છે. તે તો આપણા ધારાસભ્ય છે.

દેડિયાપાડાના AAP ના MLA ચૈતર વસાવા ધારાસભ્ય ન હતા ત્યાર પહેલાથી હોળી-ધુળેટી પર્વ ઉપર રીતિરિવાજો, પ્રથાને અનુસરી દરેક ઉત્સવની ઉજવણી કરતા હતા. ધારાસભ્ય બન્યા બાદ પણ તેમણે હોળી પર્વ ઉપર ઢોલી કે ઘેરૈયા બનવાનું છોડ્યું નથી.પોતાના બોગસ ગામે ગ્રામજનો અને આદિવાસી ભાઈઓ સાથે ધારાસભ્ય ગળામાં ઢોલ પહેરી વગાડતા નજરે પડ્યા હતા. તો હોળીએ રાતે ઘેરૈયાનો પોશાક પહેરી ઘેર નૃત્ય કર્યું હતું.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/WhatsApp-Video-2023-03-07-at-15.46.01.mp4

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version