Published by : Anu Shukla
સુરતના વેલંજા નજીક અરેરાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરતના વરાછાના રહેવાસી ગોહિલ પરિવારના દંપતી ફાર્મ હાઉસ ખાતે પરિવાર અને મિત્રો સાથે ગયા હતા. મોજ મસ્તી કરીને પરત ફરતી વખતે દંપત્તી પરિવારનો અકસ્માત થયો હતો. જેમાં દંપત્તી સહિત ચારના મોત નીપજ્યાં હતાં. જેથી આખે આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જો કે, અકસ્માત પહેલાં તમામે ફાર્મ હાઉસના સ્વિમિંગ પૂલમાં મારેલા ધૂબાકા અને મોજ મસ્તીની તસવીરો કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મૃતક દંપત્તી આખરી તસવીર આવી સામે
સુરત નજીક વેલંજા ખાતે અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જેમાં ગોહિલ દંપત્તીનું પણ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મોટરસાયકલ પર સવાર દંપત્તી ફાર્મ હાઉસમાંથી પરત ફરી રહ્યું હતું તે દરમિયાન જ પીકઅપ ટેમ્પોનું ટાયર ફાટતાં ડિવાઈડર કૂદીને ટેમ્પો સામેથી આવતા મોટરસાયકલ અને રાહદારી સાથે ટકરાઈ હતી. મોટરસાયકલ ઉપર સવાર ગોહિલ પરિવારના આ દંપત્તી પણ હતા.

દંપત્તીને ખ્યાલ ન હતો કે આ તેમના જીવનની અંતિમ તસવીરો
ક્યારે કલ્પના ના કર્યું હોય એ પ્રકારની ઘટના એકા એક તેમના જીવનમાં સામે આવી છે. એક પુત્ર અને એક દીકરીને છોડીને સદાને માટે તેઓ જતા રહેવાના છે. ફાર્મ હાઉસની આ મોજ મસ્તીની ક્ષણ તેમના જીવનની અંતિમ ક્ષણો છે. સ્વિમિંગ પૂલમાં સાથે નાહ્યા તમામ પરિવારના લોકો સાથે જમણવાર કર્યું અને ખૂબ મજા માણી અને ગણતરીના કલાકો બાદ તો જાણે આખો પ્રસંગ બદલાઈ ગયો છે.
સમયાંતરે આ પ્રકારનું આયોજન કરતા
વિપુલભાઈ અને તેની નજીકના 35થી 40 પરિવાર દ્વારા દર મહિને 1,000 બચત પેટે કાઢવામાં આવતા હતા અને તે રૂપિયા એકત્રિત કર્યા બાદ તેઓ સમયાંતરે શહેરના નજીકના ફાર્મહાઉસ ખાતે જઈને તેમના પરિવારના સભ્યો સાથે મોજમસ્તી કરતા અને સાથે જમણવાર કરતા હતા. પરંતુ, આ વખતનું આયોજન તેમનું અંતિમ આયોજન બની ગયું.

ત્રણનાં ઘટના સ્થળે જ મોત
બાઈક પર પીકઅપ વાન પડેલ હતી, તેમાં ડ્રાઇવર અને તેની બાજુમાં બીજો એક ઇસમ એમ કુલ બે માણસો હતા. જેમને બધા બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હતા અને સાઇડમાં બીજી એક બાઈક પણ પડેલ હતી અને આ બન્ને બાઈક સવારોને અડફેટમાં લેતા જગ્યા ઉપર જોતા વિપુલભાઇ ગોહિલને જોતા માથાના ભાગે અને મોઢાના ભાગે ઇજા થયેલ હતી અને તેમની પત્ની ગીતાબેનને શરીરે ઇજાઓ થયેલ હતી અને બીજી બાઈકને જોતા બંને સવારને શરીરે નાની મોટી ઇજા થયેલ હતી અને તે પૈકી એક ઇસમને શરીરે ગંભીર ઇજા થતાં સ્થળ ઉપર મરણ ગયેલ હતો. બીજા ઇસમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.