Published by : Rana Kajal
- મધ્ય પ્રદેશ માંથી બે આરોપીઓ ઝડપાયા……
ગુજરાતના મોટેરાના નમો સ્ટેડિયમમાં અમદાવાદ ભારત વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત થઈ. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાજર રહ્યા હતા.આ સમયે ગુજરાતમાં હજારો લોકોને ધમકી ભર્યા ઓડિયો-વીડિયો મેસેજ અને કોલ મળ્યા હતા. તેમજ એક વીડિયો પણ વાયરલ થયો હતો…આ ધમકી ભર્યા મેસેજ. પાછળ ખાલિસ્તાનીઓનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે.ખાલિસ્તાનવાદી ગુરપરવંતસિંહ પન્નુએ ધમકી વાયરલ કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલ યુનિટને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીમ બોક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મેચ પહેલા ગુજરાતીઓને મોબાઈલ પર ધમકીઓ આપવામાં આવી હતી. PM મોદી અને AUS PM અમદાવાદમાં હતા ત્યારે જ ધમકીઓ આપવામાં આવી રહી હતી, ત્યારથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. મધ્યપ્રદેશ, યુપી, બિહાર અને પંજાબના અલગ-અલગ સ્થળોએથી લોકેશન મળી રહ્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી અલગ-અલગ ફેક ટ્વિટર હેન્ડલ દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી હતી. આખરે મધ્યપ્રદેશના સતના અને રીવામાંથી ગેરકાયદેસર એક્સચેન્જ થયેલા ઝડપાયા છે. અને બે આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે.