Published by : Rana Kajal
ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને ક્રિકેટ ચાહકો આ ટૂર્નામેન્ટનો મહત્તમ લાભ લઈ રહ્યા છે. ત્યારે આ જ તકનો લાભ એક વ્યક્તિએ લીધો હતો. સિડનીમાં રમાયેલી ભારત અને નેધરલેન્ડ્સ સામેની મેચમાં એક ચાહકે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. ત્યારે આ ઘટનાને કેમેરામેને કેમેરામાં કેદ કરી લીધી હતી. તેની ગર્લફ્રેન્ડે તે પ્રપોઝલને હા પાડી દીધી હતી. જેનો વીડિયો પણ ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. ICCએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો.
આ ઘટના નેધરલેન્ડ્સની ઇનિંગની 7મી ઓવરમાં બની હતી. જેમાં એક વ્યક્તિએ તેના સાથે મેચ જોવા આવેલી ગર્લફ્રેન્ડને રિંગ પહેરાવીને પ્રપોઝ કર્યું હતું. જૉકે આવી ધટના નવી નથી જેમકે..2018માં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતીય યુવકે પ્રપોઝ કર્યુ હતું અને 2020માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ પ્રપોઝ કર્યું હતુ. તેમજ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અને CSKના દીપક ચહરે પણ દુબઈમાં પ્રપોઝ કર્યું હતું અને ગુજરાતી મૂળના ખેલાડી એવા કિંચિત શાહે એશિયા કપમાં પ્રપોઝ કર્યુ હતુ.