Published by : Vanshika Gor
- ત્રણ મહિનામા ક્રિકેટ રમતા 8 યુવાનોના મોત… તબીબોના જણાવ્યા મુજબ અનિયમિત જીવન શૈલી અને ફાસ્ટ ફૂડ જવાબદાર
છેલ્લા 3 મહીનામા ગુજરાતમા ક્રિકેટ રમતા 8યુવાનોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા હતા.આ ઉપરાંત ડાન્સ કરતા પણ હાર્ટ એટેકથી મોત નીપજ્યા હોવાના બનાવો બન્યા છે.
કિકેટ રમતા કે ડાન્સ કરતા યુવાનોના હાર્ટ એટેકથી થતા મોતની સંખ્યા રાજ્યમા વધી રહી છે. માત્ર રાજકોટમા ક્રિકેટ રમતા 4 યુવાનોના મોત હાર્ટ એટેકથી થયા હતા. આવા બનાવો અંગે તબીબો જણાવી રહ્યા છે કે અનિયમિત જીવન, કસરતનો અભાવ, ફાસ્ટ ફૂડ અને અચાનક શ્રમથી વધતા સ્ટ્રેસથી આવા બનાવો વધી રહ્યા છે