Published by : Rana Kajal
અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસનના રાજમાં માનવતાને કોરાણે મુકી મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહયો છે. ઍક પછી ઍક ક્રૂરતા ભરેલ બનાવોની વિગતો સપાટી પર આવી રહી..અફઘાનિસ્તાનમાં ઍક પછી ઍક ક્રૂરતા ભરેલ બનાવો સામે આવી રહ્યાં છે. ગત તા.3 જૂનના રોજ અફઘાનિસ્તાનના સંગચરક જિલ્લામાં ફૂલ 80 જેટલા વિદ્યાર્થીનીઓને ઝેર આપી દેવામાં આવ્યું હતું. જૉકે હાલ આ વિદ્યાર્થીનીઓ હોસ્પીટલમાં સારવાર હેથળ છે તેમજ આશરે 60 જેટલી વિદ્યાર્થીનીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જૉકે અફઘાનિસ્તાનના સરકારી તંત્ર દ્વારા એમ જણાવવામાં આવી રહ્યું છે કે બે શાળાઓ વચ્ચે ની સ્પર્ધાના કારણે આ બનાવ બન્યો છે. પરંતુ આ લુલો બચાવ હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.