- ભારતમાં તા ૧૧ના રવિવારે ઍક દીવસ રાષ્ટ્રિય શોક જાહેર…
- ક્વીનના ભારત સાથેના સંભારણા…
બ્રિટનની ક્વીન એલિઝાબેથ_ ૨ના નિધનના પગલે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભારતમાં પણ તા ૧૧ ના રવિવારે ઍક દિવસનો રાષ્ટ્રિય શોક પાળવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ક્વીન એલિઝાબેથ ૨નાં ભારત સાથેના ઘણા સંભારણા છે જે નોંધપાત્ર છે જેમકે સૌ પ્રથમ વર્ષ ૧૯૧૯નાં જલિયાવાલા હત્યાકાંડને એલિઝાબેથ -૨ એ બ્રિટિશ શાસનની ભૂલ ગણાવી હતી ક્વીન ત્રણ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. મહાત્મા ગાંધીએ ઍક રૂમાલ કવિનને લગ્નની ભેટ તરીકે આપ્યો હતો જે રૂમાલ ક્વીન એલિઝાબેથ ૨એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રિટન ની મુલાકાત દરમિયાન હર્ષ સાથે બતાવ્યો હતો. જ્યારે વર્ષ ૧૯૯૭માં ક્વીન ભારત આવ્યાં હતા ત્યારે અભિનેતા કમલ હસનની મુલાકાત લીધી હતી કમલ હસને ક્વીનનુ ભારતીય પરંપરા મુજબ આરતી, તિલક અને ફૂલોની માળાથી સ્વાગત કર્યું હતું. રાણી આશરે ૨૦મિનિટ સુઘી ફિલ્મના સેટ પર રોકાયા હતા. અને સૌથી રસપ્રદ બાબત એ છે કે ફિલ્મ નાં ઍક યુધ્ધ નાં દ્રશ્યમા ક્વીન જણાયા પણ હતા.