Published by : Rana Kajal
મધ્યમવર્ગની મુશ્કેલીઓમાં એક પછી એક વધારો થતો જઇ રહ્યો છે. લગ્નગાળાની સિઝન આવતાની સાથે જ ખાદ્યતેલમાં સતત ભાવ વધારા થઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં સીંગતેલના ભાવમાં વધારો થયો હતો ત્યાર પછી જાન્યુઆરીમાં 3 વખત સીંગતેલના ભાવમાં વધારો થયો હતો. ત્યારે આજે ફરી એકવાર સીંગતેલના ભાવમાં વધારો થયો છે. મગફળીની ખરીદી ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત ભાવવધારો થયો છે. ચાલુ વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થવા છતાં ભાવ વધી રહ્યા છે. સીંગતેલના એક ડબ્બા પર 30 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ સીંગતેલનો ડબ્બાનો ભાવ 2660-2740 પર પહોંચ્યો છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ છે. સીંગતેલના ભાવ વધતા મોટાભાગના લોકો કપાસિયાની ખરીદી કરશે. આમ, ઈંધણની સાથે ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. સતત વધતા ભાવને કારણે લોકોનું બજેટ ખોરવાઇ રહ્યું છે. એટલું જ નહીં આગામી સમયમાં હજી પણ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.