Published By : Parul Patel
હવે પાનકાર્ડ અને આધાર કાર્ડને લીંક કરવા માટે માત્ર 6 દિવસો બાકી રહ્યા છે. આ માટે તા. 30 જૂન. 2023 છેલ્લો દિવસ છે. પાન-આધારને ઓફલાઈન-ઓનલાઈન લિંક કરી શકાય છે સરકારે આ કામ માટે સમયમર્યાદા વધારવાની મંજૂરી આપી હતી. અગાઉ 31 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. UIDAI એ PAN-Aadhaarને લિંક કરવા માટે વિગતવાર પ્રક્રિયા પણ જારી કરી છે. PAN-Aadhaar લિંકિંગની ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રક્રિયાઓ UIDAIની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
- આવકવેરા વેબસાઇટ incometaxindiaefiling.gov.in/e-Filing/Services/LinkAadhaarHome.html પર જાઓ.
- PAN અને આધારને લિંક કરવા માટે આઈકોન પર ક્લિક કરો.
- એક એકાઉન્ટ બનાવો અને તેમાં લોગ ઈન કરો
- હવે ID, પાસવર્ડ અને જન્મ તારીખ જેવી વિગતો દાખલ કરો.
- તમને આધાર-PAN લિંકની માહિતી આપતું પોપ-અપ દેખાશે.
- અહીં તમામ જરૂરી વિગતો દાખલ કરો, એપ્લાય કરો અને કેપ્ચર દાખલ કરો.
- હવે તમે જાણી શકશો કે તમારું PAN સફળતાપૂર્વક આધાર કાર્ડ સાથે લિંક થઈ ગયું છે.
- NSDL અથવા UTITTSL જેવા PAN સેવા પ્રદાતાઓના સેવા કેન્દ્રોની મુલાકાત લો.
- પરિશિષ્ટ-I ફોર્મ કેન્દ્ર પર ભરવાનું રહેશે.
- તમારા પાનકાર્ડ અને આધાર કાર્ડની હાર્ડ કોપી સાથે ફોર્મ સબમિટ કરો.
- અહીં તમારે સામાન્ય ફી ચૂકવવી પડશે.
- હવે તમારું પાન અને આધાર કાર્ડ લિંક થઈ જશે. તેમજ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે 567678 અથવા 56161 પર SMS મોકલો.
- મેસેજ મોકલવા માટે UIDPAN <12-અંકનો આધાર નંબર><10-અંકનો PAN> લખો અને તેને મોકલો.
- એકવાર એસએમએસ મોકલવામાં આવે, તેની રાહ જુઓ. ત્યાર બાદ તમામ પક્રિયા પુર્ણ કરી પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરી શકાય છે.