Published By:-Bhavika Sasiya
- આજકાલ સ્માર્ટફોનની સ્ક્રીન તૂટી જતી હોય છે
- નવી સ્ક્રીન લગાવવી ખૂબ જ મોંઘી પડે છે તેવામાં હવે માત્ર 10 રૂપિયામાં ઘરે બેઠા કરો ફોનની તૂટેલ સ્ક્રીન ઠીક કરી શકાય છે
મોબાઈલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે દરેક વ્યક્તિ તેના મોટાભાગના કામ ફોનની મદદથી કરે છે. બેંકિંગથી લઈને શોપિંગ સુધી, મોબાઈલની મદદથી ઘરે બેસીને જ બધા કામ થઈ જાય છે.
એવામાં ઘણી વખત જો ફોન ખરાબ થઈ જાય તો સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.ફોન ખરાબ થઈ જવાની સમસ્યામાં ખાસ કરીને સ્માર્ટફોનની સ્ક્રીન તૂટી જતી હોય છે. સામાન્ય રીતે જ્યારે મોબાઈલ પડે છે ત્યારે તેની સ્ક્રીન ખૂબ જ ઝડપથી તૂટી જાય છે અને નવી સ્ક્રીન લગાવવી ખૂબ જ મોંઘી પડે છે. એવામાં જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો ત્યારે રૂ 10 રૂપિયામાં ઘરે બેઠા કરો ફોનની તૂટેલ સ્ક્રીન ઠીક..
ફોનની સ્ક્રીન તૂટે એ સમયે તેને ઠીક કરવા માટે એવી પદ્ધતિ જણાવીશું જેમાં માત્ર 10 રૂપિયામાં ઘરે બેઠા તે રિપેર કરી શકાશે. વાત એમ છે કે ટૂથપેસ્ટનો ઉપયોગ માત્ર દાંત સાફ કરવા માટે જ નહીં પરંતુ સ્માર્ટફોનને ઠીક કરવા માટે પણ થાય છે. તમે માત્ર 10 રૂપિયાની ટૂથપેસ્ટ અથવા નેલ પોલીશથી ફોનની સ્ક્રીનને ઠીક કરી શકો છો. જો કે ટૂથપેસ્ટ અથવા નેલ પોલીશ તમારા ફોનની તૂટેલી સ્ક્રીનને સંપૂર્ણપણે ઠીક કરી શકતા નથી પણ તે નાના સ્ક્રેચેસને દૂર કરવામાં મદદ કરે છે.
ટૂથપેસ્ટથી સ્ક્રીનમાં આવેલ ક્રેકને ઠીક કરો. ટૂથપેસ્ટ ફોનની સ્ક્રીનને રિપેર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. સૌથી પહેલા ફોનની સ્ક્રીનના ક્રેક પાર્ટમાં ટૂથપેસ્ટ લગાવવી પડશે. આ પછી તમારે તેને હળવા હાથે ઘસવું પડશે. આ પછી, તમારે થોડા સમય માટે તેને છોડી દો અણએ બાદમાં તેને સ્વચ્છ કોટન કપડાંની મદદથી સાફ કરો. આ રીતથી ફોનની ક્રેક ઘણી હદ સુધી ઠીક થઈ જશે.આ બાબતે નેલ પોલીશનો પણ ઉપયોગ કરી શકો છો
નેલ પોલીશ વડે ફોનની ક્રેકને પણ ઠીક કરી શકો છો. સૌ પ્રથમ તો તૂટેલી સ્ક્રીન પર નેલ પોલીશ લગાવવી પડે છે. હવે તેને થોડીવાર સુકાવા દો અને પછી નેલ પોલીશને ધારદાર બ્લેડથી દૂર કરો. તમે જોશો કે તમારા મોબાઈલની સ્ક્રીન ઘણી હદ સુધી ઠીક થઈ ગઈ છે.