Published by : Rana Kajal
બિલ્કિસબાનો કેસ અંગે ગુજરાત સરકારના હુકમને પડકારતી અરજી કરાઈ હતી…સુપ્રીમ કોર્ટ ખાસ બેન્ચ રચશે… ગુજરાત સરકારનો આરોપીને મુક્ત કરવાનો નિર્ણય સાચો હતો કે નહીં… સુપ્રીમ કોર્ટે ચુકાદો આપશે…. બિલ્કિશ બાનું તમામ દોષિતને ગુજરાત સરકારે 15 ઓગસ્ટે જેલમુક્ત કરેલા ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે બિલ્કિસબાનોની અરજી પર સુનાવણી માટે તૈયારી દર્શાવી બિલ્કિસ બાનો ગેંગરેપના આરોપીઓ દોષીત જણાતા અદાલતે સજા ફટકારી હતી પરંતું આ સજાની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા ગુજરાત સરકારે આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામા આવતા સુપ્રીમ કોર્ટ દ્વારા ખાસ બેન્ચ ની રચના કરી આ કેસ અંગે ઝડપથી કાર્યવાહી અંગેની ખાત્રી આપી હતી…. ઉલ્લેખનીય છે કે વર્ષ 2002ના ગોધરાકાંડ બાદ થયેલા તોફાનોમાં બિલ્કિસ બાનો સાથે થયેલા ગેંગરેપના કેસમા તમામ 11 આરોપીઓને સમય પહેલાં જ મુક્ત કરી દેવાયા હતા. તમામ આરોપીઓને આજીવન કેદની સજા થઇ હતી પરંતુ 15 ઓગસ્ટ 2022ના રોજ ગુજરાતની ગોધરા જેલમાં સજા કાપી રહેલા આ કેદીઓને ગુજરાત સરકારે સજા માફીની નીતિ હેઠળ જેલમાંથી મુક્ત કર્યા હતા. મુક્ત કરાયેલા લોકો પૈકીના કેટલાક તો 15 વર્ષ અને કેટલાક 18 વર્ષની જેલની સજા કાપી ચૂક્યા છે. દોષીઓની મુક્તિ વિરુદ્ધ બિલ્કિસ બાનોએ પોતાના વકીલ શોભા ગુપ્તાના માધ્યમથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે અરજી પર સુનાવણી માટે નવી બેન્ચની રચના કરવાનું બિલ્કિસ અને તેમના વકીલ શોભા ગુપ્તાને આશ્વાસન આપ્યું છે. બિલ્કિસના વકીલ શોભા ગુપ્તાએ આ મામલે જલદી સુનાવણીની જરૂરિયાત જણાવી હતી.