Published By : Parul Patel
સામાન્ય રીતે એવી માન્યતા છે કે વિવિઘ વાહનો માટે નિર્ધારીત કરેલ મુસાફરો કરતા વધુ મુસાફરો હોય અને અકસ્માત સર્જાય તો વીમાનો લાભ મળી શકે નહી.
આ બાબતે વધુ વિગતે જોતા અંગત રીતે ઉપયોગમાં લેવાતી એક કારને અકસ્માત થયો હતો. ફરીયાદીએ રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચમાં જણાવ્યાં મુજબ કારની સેન્વીચ બની ગઈ હતી, પરંતુ કારમાં વધું મુસાફરો હતા એમ જણાવી વીમા કંપનીએ વીમો પકવવા અંગે ઇન્કાર કર્યો હતો. આ બાબતે તકરાર નિવારણ પંચના સભ્ય પ્રીતિ શાહે ચુકાદો આપતા જણાવ્યુ હતું કે વીમા કંપનીએ પુરતી અને સાચી માહિતી છૂપાવી તે યોગ્ય નથી. ખોટા કારણો આપી વીમા કંપની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહી. તેમ જણાવી વીમા કંપનીને પૂરેપૂરી રકમ ફરિયાદીને ચૂકવી દેવા આદેશ આપ્યો હતો.