Published by: Rana kajal
સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટીક વિરૂધ્ધ આંદોલન ચાલી રહ્યું છે. તેવા સમયે હાલમા ચોકાવનારી એવી બાબત સામે આવી છે કે માનવીના લોહીમાં પણ પ્લાસ્ટિકના કણ ફરી રહ્યા છે…પ્લાસ્ટિક ઍક જોખમ કારક પદાર્થ છે તે બાબત સાથે સમગ્ર વિશ્વ સહમત થયું છે. ત્યારે પ્લાસ્ટીક ના ઉપયોગ સામે પગલા પણ લેવાઈ રહયા છે.આ અંગે કેટલાક પ્રતિબંધો પણ મૂકવામાં આવ્યા છે પરંતુ હાલમાં ઍવી ચોકાવનારી વિગતો સપાટી પર આવી છે કે માનવીના લોહીમાં પણ પ્લાસ્ટિકના કણ ફરી રહ્યા છે જે બાબત આ દિવસોમાં સમગ્ર વિશ્વ માટે એક મોટી સમસ્યા બની રહ્યું છે. હજારો વર્ષમાં ખતમ થતું આ પ્લાસ્ટિક હવે માનવીની નસોમાં પણ વહેવા લાગ્યું છે. માનવી દર વર્ષે લગભગ એક લાખ પ્લાસ્ટિકના કણોને અલગ અલગ રીતે ગળે છે…